પ્રતિશોધ દ્વિતીય અંક: - 7

(197)
  • 6.3k
  • 4
  • 3.9k

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-7 ડિસેમ્બર 2002, મયાંગ, અસમ હેલીથને જે સફેદ દ્રવ્ય જમીન પર ઢોળ્યું હતું એ સ્થાને એક ધૂળની ડમરી જેવું પેદા થયું. આ ડમરી એક નાના ચક્રવાત સમી જણાઈ રહી હતી, જેના લીધે આસપાસના વિસ્તારમાં જોરજોરથી પવન ફૂંકાવા લાગ્યો. ત્યાં મોજુદ પંડિત શંકરનાથ અને અન્ય મયાંગવાસીઓનાં ભારે આશ્ચર્ય વચ્ચે એ ડમરીની અંદરથી એક આઠ હાથ ઊંચો દૈત્ય બહાર આવ્યો. આ દૈત્યનો ચહેરો શ્વાનનો હતો જેનાં અણીદાર દાંત મોંની બંને બાજુએથી બહાર નીકળી આવ્યા હતાં. સાથે પાંખો ધરાવતા આ દૈત્યને જોઈ પંડિત શંકરનાથનો ચહેરો આતંકિત થઈ ગયો અને એમના મુખેથી સરી પડ્યું. "પઝુઝુ." (પઝુઝુ એક શક્તિશાળી ડિમન છે જેનો