દ્રશ્ય:૧ (લાયબ્રેરી) (બેકગ્રાઉન્ડ સાઉન્ડ : કોણે કહ્યું કે પાણી ને રંગ નથી હોતો… કેહવાતા આ પ્રેમ માં પ્રપંચ નથી હોતો. ) સંધ્યા :(હાથ મા ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્ર ની રસધાર લઈ ને ટેબલ સુધી ચાલતા જ બોલવાનું ચાલુ) સોરી સોરી, મને હું દર વખતે સમય પેલા બુક સબમિટ કરી દવ છું. આ વખતે પહેલી જ વાર લેટ થઈ ગયું છે. એકચ્યુલી એમાં એવું હતું કે હું બુક સબમિટ કરાવી જ દેતી પણ થયું એવું કે એમાં… સમય : હમ્..(સમય ની માત્ર આંખો ખાલી સંધ્યા ને જોતી તી બાકી બધું શૂન્યાવકાશ થઈ ગયું હતું.) સંધ્યા : (સમય કાઈ બોલે એ પેલા જ)