પારુલ !! તારું ધ્યાન ક્યાં છે? જરા જોતો, તે મમ્મીની 'ચા' મને આપી અને મારી 'ચા' મમ્મીનાં રૂમમાં આપી. જરા ધ્યાનથી આસ્તે આસ્તે કામ કરને પ્લીઝ. પરેશભાઈ દરરોજ આવી બૂમો પાડતા હોય ત્યારે એકનો એક દીકરો રોહન સ્કૂલ જવા માટે તૈયાર થતો હોય પણ આજે રવિવાર હતો એટલે સ્કૂલ જવાનું ન્હોતું. રોહન માટે રજાના દિવસો હોય કે સ્કૂલ જવાનું હોય એ બધા દિવસો સરખા જ હતા કારણ કે રોહન રજાના દિવસે પણ વહેલો ઉઠી જતો. પપ્પા તેના મમ્મીને ખીજાતા હોય તે રોહનને જરાય ગમતું નહિ..! તે દિવસે રવિવાર હતો પપ્પાને ઓફિસે જવાનું ન હતું છતાંપણ