સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૨૨ 

(26)
  • 3.3k
  • 2
  • 1.2k

ભાગ :- ૨૨ આપણે એકવીસમાં ભાગમાં જોયું કે સાર્થક અને સૃષ્ટિ મળે છે. અને સાર્થકે છુપાવેલું પ્રકરણ સુનિધિ છતું થઈ જાય છે. સૃષ્ટિ લાગણીસભર અને ગુસ્સે થઈ ઘણા બધા સવાલો કરી નાખે છે અને આખરે તૂટીને એ ઘરે આવવા નીકળી જાય છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****સાર્થકને ઘરે જવાનું મન નહોતું થતું. વારંવાર એને મનમાં લાગી આવતું હતું કે કદાચ એણે સૃષ્ટિને સમજવામાં કોઈ ભૂલ તો નથી કરી ને.! એણે સૃષ્ટિને આમ અંધારામાં નહતી રાખવી જોઈતી. જો એણે એને વિશ્વાસમાં લીધી હોત તો સૃષ્ટિ એને સમજી શકી હોત. એની ખુશી માટે કચવાતા મને પણ એણે એના અને