હીરુ- એક હીરો...

(21)
  • 7.2k
  • 2
  • 2k

ઊંચા પહાડો અને એ સુંદર પહાડો પરથી પોતાના વાંકા-ચૂંકા અમૃત જેવા નીર વહેણ રૂપે વરસાવતી-હાસ્ય કરાવતી , ઝળહળ કરતી, પોતાના ઉદરમાં માછલીઓ સમાવતી, નાચતી-કૂદતી વહી રહેલ નદીના કિનારે એ હરણીએ વર્ષો પછી આજે અતિ કોમળ, નાજુક અને સુંદરતાથી ભરપૂર એવા એક બચ્ચાને જન્મ આપ્યો. બચ્ચું જન્મતાવેંત હરણી તેના પર પોતાના અશ્રુઓ થકી અપાર વ્હાલ વર્ષાવવા લાગી. આ કોઈ સામાન્ય વન ન હતુ, આ તો પૃથ્વી ઉપરની એ અદભુત જગ્યા હતી જ્યાં પ્રભુ પણ પોતે વારંવાર આવવાની ઈચ્છા પ્રગટ કરતા હોઈ. સ્વર્ગરૂપી આ કાશ્મીરના પહાડોમાં પથરાયેલા આપણા આ અતિસુંદર વનના પશુ-પક્ષીઓ એ બોલી શકતા હતા, નાચી-કૂદી શકતા હતા તેમજ માનવીની