બુલબુલ: કોમ્પ્લેક્ષ કથાનક તોય કેમેરા, કળા ને કમાલ

  • 5.9k
  • 1.5k

"ઠાકુરો કે યહાં રિશ્તા હુઆ હૈ, કૈસા રોના ધોના..? ચૂપ રહેના. થોડા પાગલ હૈ. પર શાદી કે બાદ ઠીક હો જાયેગા. થોડા પાગલ હૈ. પર.... ઠાકુર હૈ. ચૂપ રહેના. થોડા પાગલ હૈ. પર... ગહેને મિલેંગે. થોડા પાગલ હૈ. પર... રેશમ મિલેગા. યહ સબ મિલેંગે. ચૂપ રહેના. થોડા પાગલ હૈ. પર... ઉસસે નહીં તો ઉસકે ભાઈ સે, સબ મિલેગા. બડી હવેલીઓંમેં બડે રાઝ હોતે હૈ. ચૂપ રહેના." તાજેતરમાં નેટફ્લિક્સ પર રજુ થયેલ ફિલ્મ 'બુલબુલ'નો આ સંવાદ દર્શકોને અંદર સુધી હચમચાવી મૂકે છે. વારંવાર સંભળાતો 'થોડા પાગલ હૈ. પર.... ' નો સંવાદ સંવાદ ન રહેતાં સ્ત્રીની મનોવ્યથા અને મોટી હવેલીઓની શાન બનતો