કાલીના સ્વર ઉપાસક કાળમાં વિલીન

  • 2.5k
  • 786

કાલીના સ્વર ઉપાસક કાળમાં વિલીન ગાયક પંડિત જસરાજને શ્રદ્ધાંજલિ - અભિજિત વ્યાસ રાગ અડાણામાં 'માતા કાલકા'ની રજુઆત જેમણે પંડિત જસરાજના કંઠે સાંભળી છે તેમને જરૂર કાલી માતાના દર્શન થયા હશે. પંડિત જસરાજને સૌ પ્રથમ રૂબરૂ સાંભળ્યા ત્યારે આ જ રાગ અડાણાની બંદિશ સાંભળેલી. આ પહેલા એમને રેડીઓ પાર સાંભળેલા પણ એમને રૂબરૂ સાંભળવાનો જે આનંદ અને અનુભવ થયો એ અત્યંત આહલાદક અને અવર્ણીય હતો. લગભગ સીતેર જેટલા વર્ષ સુધી એક અવાજે ભારતીય શાસ્ત્રીય સંગીતના શ્રોતાઓને મંત્રમુગ્ધ રાખ્યા એ અવાજ અચાનક 17મી ઑગષ્ટના રોજ થંભી ગયો. કહો કે નાદબ્રહ્મમાં વિલીન થઇ ગયો. પંડિત જસરાજનું અવસાન બધા સંગીત રસિકોને એક દર્દ આપી ગયું. હવે આ અવાજ નહિ સંભળાય. પંડિત જસરાજનો જન્મ બ્રિટિશ