પ્રેમનું વર્તુળ - ૧૧

(26)
  • 4.2k
  • 1
  • 1.8k

પ્રકરણ-૧૧ વૈદેહીની નિષ્ફળતાઘણા વખતે આજે વૈદેહી એના માતાપિતાના ઘરે લાંબો સમય રોકાઈ શકાય એમ આવી હતી. એ અને સુરુચિ બંને ઘણા સમયે શાંતિથી ભેગા થયા હતા. વૈદેહી પિયરમાં રહેવાની મજા માણી રહી હતી. એ આવી એને લગભગ ચાર દિવસ જેવું થઇ ગયું હતું. પાંચમાં દિવસે એનું ફોરેસ્ટ ઓફિસરનું રીઝલ્ટ આવવાનું હતું, જેની એ અને રેવાંશ બંને આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. અંતે ઇન્તઝાર કી ઘડિયા ખત્મ હુઈ અને એ દિવસ આવી જ ગયો. વૈદેહી એ રીઝલ્ટ જોવા સાઈટ ખોલી. પરંતુ નેટવર્ક બરાબર ન હોવાને કારણે સાઈટ ખુલી રહી નહોતી. એટલે એણે રેવાંશને ફોન કર્યો અને કહ્યું, મારું રીઝલ્ટ જોઈ આપોને.