ઝમકુ તો બસ હમીરભાને જતા એક દયામણા ચહેરે જોતી રહી. એને આજે પોતાના ભા પર અઢળક પ્રેમ ઉછળતો હતો. મન અનેક વિચારોથી ખરડાયેલું હતું. અમારા જેવા નાના માણસ માટે પણ કોઈ આટલી તકલીફ કેવી રીતે વેઠી શકે છે ? અમારા ગરીબના બેલી કોણ હોય ? અમે બે બાપ-દીકરી, જો હમીરભા ના હોત તો શું કરી શકીએ ? આવા અનેક સવાલ વચ્ચે એ ગરીબ છોકરીની આંતરડી હમીરભા અને ભીખુભાને દેવાય એટલા આશીર્વાદ દેતી હતી. ત્યારબાદ જાણે પોતાના ભાગ્યનું બારણું બંધ કરતી હોય એમ નાનકડી ખડકી બંધ કરી. એ બારણું બંધ થતાં જ જાણે પિયરની બધી માયા બહાર