પ્રારબ્ધ નો ખેલ - ભાગ 3

(78)
  • 3.8k
  • 1.9k

શ્યામા અને દિકરી સુનંદા જંગલમાં લાકડા કાપવા જાય છે. બપોરના સમયે જમવા એક ઝાડ નીચે બેસે ત્યાં જ એક ઘેટાં નું બચ્ચું એમની નજીક આવે છે. બન્ને માઁ-દિકરી એને જોઈ જમવાનું બાજુમાં મૂકી એને પંપાળવા લાગે છે. ત્યાં અચાનક દસ -બાર વર્ષ ના એક છોકરાનો અવાજ સંભળાય છે...... સેતુ..... સેતુ.... ક્યાં છો તું???.... "પરિચય " થોડીવાર બન્ને માઁ-દીકરી જંગલ માં આમતેમ જુવે છે, ત્યાં એક તરફથી કોઈ બારેક વર્ષ નો છોકરો આવતો દેખાય છે અને એ જ બૂમો પાડતો હોય છે કે.... 'સેતુ.... સેતુ....