રંગ સંગમ (ભાગ-૫)રોમાના ડૂસકાં ચાલુ જ રહ્યાં. વીતેલા સમયમાં તેણે છેલ્લે ક્યારે આવો ગુસ્સો કર્યો હતો તે યાદ આવ્યું.રાગ..તેનો ભૂતપૂર્વ પતિ એક સમયે તેનો પાગલ પ્રેમી હતો. અથાગ કોશિશ પછી રાગે રોમાને પોતાની સાથે પરણવા સહમત કરી હતી. લગ્ન પછી રાગ તેની કેટલી સંભાળ લેતો ! સવારે બ્રેકફાસ્ટ બનાવી તેને ઉઠાડતો. રાત્રે ઘરે પહોંચે ત્યારે જમવાનું તૈયાર રાખતો. ક્યારેક મજાકમાં કહેતો પણ," રોમા જોબ મારે પણ છે ને તારે પણ..થોડું કામ વહેંચીને ચાલીએ તો સારું નહીં?" પણ રોમા તેને દાદ જ ન આપતી. ઘરે હોય ત્યારે પણ કોલ્સમાં બીઝી રહેતી.વિખવાદો ત્યારે શરુ થયા જયારે રોમાએ માતૃત્વ ધારણ કરવાની સજ્જડ ના