શ્રાદ્ધ ચિંતન શિબિર

  • 3.5k
  • 806

શ્રાદ્ધ ચિંતન શિબિર - કાગડા (પિતૃઓ) બચાવો , કેવી રીતે ? વાચો ! (એક કલ્પના કથા)કાગડાંમલ પોલિટિશિયને ચિંતા વ્યકત કરી ! આ શ્રાદ્ધ તો આવ્યું પરંતુ કાગડા ક્યાં ? પહેલા તો કાગડા કાવ-કાવ , કાવ-કાવ કરીને અગાશી ગજવી મુક્તા હતા , ટોળે ટોળાં શ્રાદ્ધ ખાવા ટૂટી પડતાં હતા ! હજુ તો આપણે પ્રસાદીની થાળી (શ્રાદ્ધ માટે ની ) લઈને અગાશીએ પહોચીએ ત્યાં તો ...... પુરી પડાવી લેતા હતા ! શાક શાંતિ થી સમજણ પૂર્વક (તીખુ છે,મોરું છે ની માથાકૂટ વગર !) ખાઈ જતાં હતા, ભાત ભચડી જતાં હતા ! દૂધ પાક દાબી જતાં હતા ! છૂટી-દાળ છૂટથી આરોગી જતાં હતા