પ્રકરણ ૧૬ " હાંશ... પત્યુ " દિવ્યા બહેન એ લિફ્ટમાં પ્રવેશતા કહ્યું " પૂજા આટલું બધું કામ એકલી કેમ કરતી હશે... સારું થયું તું હતી સુમન... બાકી હું એકલી તો... કેમ પહુંચી શકી હોત" " તારે બધે ઘોડે સાથે ચડવું હોય તે થાક તો લાગે જ ને... તું અહીંથી તો રસોઈ કરવા માટે એવી રીતે દોડી હતી કે જાણે ત્યારે જ બધા જમી લેવાના હોય... અને વળી મે ના કહી તો પણ ફરી અહીંયા દોડી આવી ... તું નાહકની દોડધામ કર્યા કરે છે ... પછી થાક ના લાગે તો શું થાય. " સુમન બહેને ગ્રાઉન્ડ ફ્લોરનું બટન દબાવતા કહ્યું. "