પિશાચિની - 21

(77)
  • 7.1k
  • 6
  • 3k

(21) જિગરને સપનામાં બંગાલી- બાબાનો ચહેરો દેખાયો અને પછી એક ગુફા દેખાઈ ને એ ગુફાની અંદર માહી દેખાઈ, એ વાત જિગરે મોબાઈલ ફોન પર દીપંકર સ્વામીને કહી, એટલે દીપંકર સ્વામીએ કહ્યું કે, ‘આનો મતલબ એ કે, માહી એ ગુફામાં જ છે !’ અને એટલે જિગર મુંઝવણમાં પડયો હતો કે, ‘હવે એ ગુફાને શોધવી કયાં ? માહી પાસે પહોંચવું કેવી રીતના ? !’ ત્યાં જ અત્યારે જિગરના કાને મુકાયેલા મોબાઈલ ફોનમાંથી દીપંકર સ્વામીનો અવાજ સંભળાયો : ‘જિગર ! સપનામાં તેં એ ગુફા જોઈ છે, એટલે તને જ એ ચોકકસ ખબર છે કે, એ ગુફા કેવી છે. વળી તું જ એ વિચારી