આપણી દિશા કઈ? - દિવ્યેશ ત્રિવેદી

  • 3.1k
  • 1
  • 926

એક વડીલ મિત્રની વ્યથા સાંભળવા જેવી છે. તેઓ કહે છે કે આજની બધી જ પ્રગતિ ભ્રામક છે. ટેલિફોનથી માંડીને ઈન્ટરનેટ અને ઈમેઈલ જેવા સંચાર સાધનો હોય કે વાહન વ્યવહારના સાધનો હોય, શેરની ઝાકમઝાળ, વાડીઓ, ક્લબો, ફાસ્ટ ફૂડ, મ્યુઝિક-સિસ્ટમ, સીડી પ્લેયર, ટીવી અને હોમ થિયેટર, સ્વિમિંગ-પુલ અને વોટરપાર્ક, આલિશાન સિનેમા હોલ અને એવું બધું પામીને આપણે જાણે ન્યાલ થઈ ગયા હોઈએ એવું ગૌરવ અનુભવીએ છીએ. આપણે એમ માનીએ છીએ કે આપણે જ્યાં હતા ત્યાંથી ઘણા ઊંચે ચડ્યા છીએ. પરંતુ આ બધું જ ભ્રામક છે. એ વડીલ તો કહે છે કે, આને ભલે આપણે પ્રગતિ કહીને ખુશ થતા હોઈએ પરંતુ આ સાચા