(આગળના ભાગમાં જોયું કે મહેશભાઈ ને હજી મંઝિલ શોધે છે? તે વિચારે છે શું કરીશ? કોણ મને કામ આપશે ) હવે આગળ ... મને વિચાર આવ્યો કે હું શું કરીશ? ક્યાં જઈશ? કોણ કામ આપશે ?અને એવા વિચારોમાં ત્યાં જ ફરી, પાછો ઊંઘી ગયો. . સવારના સાત વાગવા આવ્યા હશે, અને કોઈ મને હલાવી રહ્યું હતું .કેમ? કોણ હતું? ને મેં આંખો ખોલી ને તેની સામે જોયું તો એક કાકા હતા, તે બોલ્યા છોકરા કેમ અહીં ઊંઘી ગયો છે, શું થયું છે ..ઊભો થા અહીં થી તે મનમાં બબડતા બોલ્યા,