પ્રતિશોધ દ્વિતીય અંક: - 6

(196)
  • 6.5k
  • 9
  • 3.8k

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-6 રાજસ્થાન સમીરની સાથે માધવપુરના પતન અંગેની વિગતવાર માહિતી મેળવવા હેતુ આધ્યા, જાનકી, રાઘવ, જુનેદ, રેહાના, યુસુફની સાથે મોહનગઢ પોલીસ સ્ટેશનનો મુખ્ય પોલીસ અધિકારી ગુજરાલ અને કોન્સ્ટેબલ ગણપત ભંડારીબાબાને મળવા કાલી સરોવર નજીક આવેલી ગુફાઓમાં આવી પહોંચ્યા હતાં. ભંડારીબાબાએ આધ્યાને મહારાણી કહીને સંબોધી અને ત્યારબાદ એ લોકોને માધવપુરના ભૂતકાળ અંગે જણાવવાનું શરૂ કર્યું. બસો વર્ષ પહેલા માધવપુરમાં સત્તા પર મોજુદ રાજા વિક્રમસિંહ વિશે માહિતી આપતા ભંડારીબાબાએ વિક્રમસિંહના લગ્નવિષયક પ્રસંગ અંગે જણાવવાનું શરૂ કર્યું. પોતાની માં ગૌરીદેવીની આજ્ઞાને માન આપી વિક્રમસિંહ છૂપા વેશે પુષ્કરમાં આયોજિત મેળામાં આવી પહોંચ્યા. પાંચ દિવસ ચાલતા મેળાનો એ બીજો દિવસ હતો. મેળાના છેલ્લા