નકશાનો ભેદ - 9

(33)
  • 3.8k
  • 3
  • 1.8k

નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૯ : વળી ઠેરના ઠેર છોકરાંઓ નિરાશ થઈને દુકાનના બારણા તરફ ચાલ્યાં. સૌનાં મોં દીવેલ પીધું હોય એવાં થઈ ગયાં હતાં. એ લોકો રતનજી શેઠની તોછડાઈથી નારાજ થયાં હશે એવું કરુણાને લાગ્યું. એને થયું કે છોકરાંઓને જરાક મીઠી બે વાત કરવી જોઈએ. તેથી એમની નિરાશાનો બોજ હળવો બને. આમ વિચારીને કરુણાએ પહેલાં તો પેલું વચલું બારણું જોયું. એ બરાબર બંધ છે કે નહિ તે જોઈ લીધું. પછી દુકાનના કાઉન્ટર પાછળથી એ બહાર આવી. જાણે કોઈ મોટી બહેન રીસાયેલાં નાનાં ભાંડુઓને સમજાવતી હોય એમ બોલી : “તમે લોકો માઠું ન લગાડશો, હોં. રતનજી શેઠ છે