યોગ-વિયોગ - 42

(342)
  • 24.1k
  • 13
  • 15.6k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૪૨ નવ વાગવા આવ્યા હતા. ઘરના બધા સભ્યો જાણે એક નાનકડા ઉચાટમાં શ્વાસ લઈ રહ્યા હતા. મોટી મોટી બેગ્સ પેક થઈને ડ્રોઇંગરૂમમાં મુકાઈ ગઈ હતી. લક્ષ્મી નીરવની સાથે બહાર ગઈ હતી. બહાર જમીને આવવાની હતી. બાકીના સૌ જમીને હવે જાણે આવનારી પળની રાહ જોતાં છૂટાછવાયા વીખેરાયેલા આમથી તેમ પોતાની જાતને ગોઠવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અભય ઉપર પોતાના ઓરડામાં કોઈ કારણ વગર લેપટોપ ખોલીને હિસાબો તપાસી રહ્યો હતો. વૈભવી ગેલેરીમાં બેઠી હતી. બહાર દેખાતાં વાહનોની અવરજવર સાથે એના મનમાં પણ છેલ્લા થોડાક સમયની ઘટનાઓ અને પોતાના વર્તન અંગે વિચારોની અવરજવર ચાલતી હતી. એ ચૂપચાપ બેઠી