વજનની પારાયણ

  • 4k
  • 1.1k

"મને તો હમણાં ઘરે જતાં જ બીક લાગે છે" પોતાના ઘરે જવા માટે ઉઠતાં રાધિકાબેને કહ્યું. " કેમ ઘરમાં દીકરાની વહુ તાંડવ કરે છે કે શું ?" પ્રતિમાબેને કહ્યું. "અરે, ના રે બહેન મારી વહુ ઋતુતો સમજુ છે અને બધી રીતે વિવેકી હો, પણ ઇ તો હમણાં એની મમ્મીની તબિયત ખરાબ છે એટલે પિયર ગઈ છે. આ તો મારી મોટી દીકરીને મારા જમાઈ થોડાક દિવસ માટે પાર્સલ કરી ગયા છે, અને આ બેનબા તો આખું ઘર માથે ઉપાડયું છે." રાધિકાબેન ખુરશી પરથી ઊભા થતાં બોલ્યાં. રાધિકાબેન અને પ્રતિમાબેન બનેનાં સારાં બહેનપણાં,