“ફરી મોહબ્બત” ભાગ : ૨૦એક સેંકેન્ડ માટે તો ઈવાને પણ સમજાયું નહીં કે શું કરવું..!! શું બોલવું...!! અચાનક એનો સ્વભાવ બદલાયો એ થોડી હસી, " અનય...!! માય સ્વીટહાર્ટ...!! બસ મને થોડો સમય આપ." એટલું કહી એ બેડ પર ગોઠવાઈ. ઈવાનો બદલાયેલું રૂપ જોઈને અનય ફરી જાણે બધું જ ભૂલી ગયો હોય તેમ એની નજદીક સરી ગયો, " ઈવા પ્લીઝ એક વાર મને તારી બાહોમાં આવવા દે. હું તારી મોહબ્બત પામવા તડપી રહ્યો છું. ઈવા...!!" કહીને અનયે એનો હાથ પકડી લીધો. એ પોતે જ નાના બાળકની જેમ ઈવાની છાતીએ વળગી પડ્યો તે સાથે જ ઈવાએ જોરથી ધક્કો મારીને હડસેલી દીધો, " શેની