અસ્તિત્વનો અવાજ - 3

(14)
  • 2.6k
  • 1.1k

અસ્તિત્વનો અવાજ .... વાર્તા... ભાગ :-૩મોનાના આ શબ્દો અરુણાબેન નાં કાળજામાં ધગધગતા ખીલાના જાણે ડામ આપી ગયાં હતાં...એ સમજતા હતાં કે આ મારાં નામ ઉપર ઘર છે અને મારાં બેંક બેલેન્સ નું વ્યાજ પણ આવે છે અને મહેશ ભાઈનું પેન્શન આવે છે એટલે જ તમે મને ભેગી રાખી છે નહીતર તો ક્યારનીય બહાર તગેડી મુકી હોત....અને અનાથાશ્રમમાં મુકી આવ્યા હોત... પોતાનાં રૂમમાં ટીંગાડેલા પતિ નાં ફોટા આગળ અરુણાબેન આંસુ પાડી લેતા....અને એમાય પંદર દિવસ પહેલા એમણે વાત કરી કે લૂણાવાડા જિજ્ઞેશ દાદાની કથા સાંભળવા જવું છે તરત જ મોનાની અને વિશાલની આંખમાં ચમક આવી ગઈ હતી... બે થેલા તો એમણે તૈયાર કરી