પ્રગતિના પંથે - 2 - ગ્રીનકાર્ડ

  • 4.6k
  • 2
  • 1.4k

પ્રગતિના પંથે (પ્રેરણાત્મક વાર્તાઓ) 2 ગ્રીનકાર્ડ ફિલાડેલ્ફીયાનો જાન્યુઆરી મહિનો એટલે કાયમી ઠંડો અને કાતિલ રહેતો, જરા જરામાં કોઈ વિજોગણની આંખોની જેમ આભેથી સુંવાળો પણ થથરાવી નાખતો સ્નો ટપકી પડતો, આજે સવારથી બોઝિલ બનેલું વાતાવરણ આભેથી બરફ બની ઝરવા લાગ્યું હતું. સાથે નીસર્ગીનું મન પણ ઘડકતું હતું. "ઓહ ગોડ આજે જ સ્નોને આવવાનું હતું ? મારે દોઢ કલાક ડ્રાઈવ કરી ન્યુઆર્ક એરપોર્ટ જવાનું જવાનું છે હું કેવી રીતે જઈ શકીશ ?" એક વખત સ્નોમાં તેની કાર સ્લીપ થઇ ગઈ હતી ત્યાર થી આવા સમયે ડ્રાઈવ કરવાની તેને બહુ બીક લાગતી. ઘડીકમાં વિન્ડો ગ્લાસ માંથી ઉપર આભને તાકતી ઘડીકમાં ઘડીયાર ઘડીક સામે