પિશાચિની - 20

(81)
  • 7.1k
  • 9
  • 3.4k

(20) ‘ગઈકાલ રાતે જે રીતના ભવાનીશંકરે તેને ખતમ કરવા માટે માહીના રૂપમાં એક બલાને તેની પાસે મોકલી હતી, એવી જ રીતના ભવાનીશંકરે કોઈ ભૂત-પ્રેતને તેના રૂપમાં અહીં માહી પાસે મોકલ્યું હતું અને એ જ તેની માહીને અહીંથી લઈ ગયું હતું,’ એ સમજાતાં જ જિગરને આખોય બંગલો ચકકર-ચકકર ફરતો હોય એવું લાગવા માંડયું હતું. ‘જમાઈરાજ...!’ જિગરના કાને તેના સસરા દેવરાજશેઠના ખાસ નોકર મન્નુકાકાનો અવાજ પડયો, એટલે તેણે આંખો મીંચી ને ચાર-પાંચ પળ પછી પાછી આંખો ખોલી. તેની નજર સામે ચકકર-ચકકર ફરતો બંગલો સ્થિર થયો. ‘...તમારી તબિયત તો સારી છે ને ?’ મન્નુકાકાએ પૂછયું. ‘હા.’ જિગરે મન્નુકાકાની દીકરી રૂકમણી સામે જોયું. થોડીવાર