નેશનલ બૂકફેર 2018 માં મેં 3 દિવસ બપોરે 12 થી 4.30ની વર્કશોપ એટેન્ડ કરેલી. તેમાંથી કેટલાંક jottings, કઈંક નોટ લીધેલી તેનું સંકલન ટૂંકમાં આપ સહુ સાથે શેર કરીશ.નાટયલેખન શિબિર : મહેશ ચંપકલાલ મુખ્ય તફાવત વાર્તા અને નાટકમાં એ છે કે અહીં આસપાસના વાતાવરણનાં વર્ણનો જરૂરી છે જે સ્ટેજ કેવું ડિઝાઇન થશે એ સૂચવે. પાત્રો શું પહેરે છે, કેવડી ઉંમરનાં છે, કેવાં દેખાય છે એ કથાવસ્તુને અનુરૂપ સમજાવવું જરૂરી. પણ વાર્તાના વર્ણનો, શબ્દોની ચમત્કૃતિ અહીં નહીં હોય.અહીં સંવાદોનો ટોન,હાથપગની હાલચાલ, ચહેરાના હાવભાવ શબ્દોની જગ્યા લઇ લે. એકદમ sensitive પરિસ્થિતિમાં માત્ર પાત્રના મોં પર લાઈટ ઘણું કહી જાય. શબ્દોની જગ્યા લાઈટનું ફોકસ લઈ