સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૨૧ 

(24)
  • 4.1k
  • 1.5k

ભાગ :- ૨૧ આપણે વીસમાં ભાગમાં જોયું કે સૃષ્ટિ સાર્થક ઉપર ગુસ્સે થઈને એને મળવા બોલાવે છે. નિરવ પણ મનસ્વીની પરીક્ષાના સમયમાં મનમાં આખી જીવન સફર ખેડી ફરી મનસ્વી અને સૃષ્ટિને મેળવવા અમુક નિર્ણયો લે છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****સૃષ્ટિ સાર્થક સાથે જાણે આજે આર યા પાર કરવાના મૂડમાં હતી. સાર્થક પણ આ ઘડી કઈ રીતે નીકળી જાય એ વિચારોમાં સૃષ્ટિ પાસે પહોંચી ગયો. જેવો એ પહોંચ્યો સૃષ્ટિ ફરી વરસી પડી... "સાર્થક તું મારા પ્રત્યે આટલો બેદરકાર કેમનો થઈ શકે.!? ફોનનો પણ જવાબ તું ના આપી શકે, અને આજે મળવાનું નક્કી જ હતું તોય તું આમ