લાલની રાણીનું આધારકાર્ડ - 7

(33)
  • 4.1k
  • 2
  • 1.8k

પ્રકરણ – સાતમું/૭તરુણા બોલી, ‘અંકલ, વિઠ્ઠલભાઈ આવે ત્યાં સુધીમાં જો તમને ઈચ્છા થાય તો, ફરી ચાનો એકાદ રાઉન્ડ થઇ જાય તો ટેસડો પડી જાય. અને તમારી ઓલી અંગ્રેજના વખતની ખોટી પિસ્તોલને જરા અહીં બોલાવો તો ગરમ ચા ની સાથે સાથે એને પણ બેક ફૂંક મારતાં જઈએ.’ બોલતા તરુણા હસવાં લાગી. ભાનુપ્રતાપ બોલ્યા, ‘અરે.. તું હાંકલ કર એટલી જ વાર. ચા નાસ્તો અને મારો કાંધીયો બધું’ય હાજર. પણ દીકરા ત્યાં સુધીમાં તું પહેલાં રાઘવ જોડે વાત કરી લે. સોફા પરથી ઉભાં થઈને કબ્બડીના મેદાન જેવડી સાઈઝના ડ્રોઈંગરૂમમાં ચક્કર લગાવતાં તરુણા કોલ લગાડી રહી છે, એવો ડોળ કરતાં બોલી.‘અંકલ થોડો નેટવર્ક પ્રોબ્લેમ આવી રહ્યો