નકશાનો ભેદ - 8

(26)
  • 3.5k
  • 4
  • 1.8k

નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૮ : હસ્તાક્ષરની શોધમાં મનોજ એન્ડ કંપનીએ દોટ મૂકી. જાણે લાંબી દોડની હરીફાઈમાં ઉતર્યાં હોય એમ સૌ ધમધમાટ કરતાં દોડ્યાં. પણ જ્યારે ગાંધી રોડનો ઊંચો ઢાળ હાંફતાં હાંફતાં ચડીને એ લોકો રતનજી ભીમજી એન્ડ કંપનીની સામે જઈને ઊભાં રહ્યાં ત્યારે એમની નિરાશાનો પાર ન રહ્યો. દુકાન બંધ હતી. એક રીતે આ સારું જ થયું. વિજયના પપ્પાએ મૂનલિટ બોન્ડના ગ્રાહકોની યાદી આપી કે તરત બધાં ઉત્સાહમાં આવી ગયાં હતાં. પણ અગાઉથી કશી યોજના બનાવ્યા વગર ક્યાંક જવું એ મૂરખાઈ ગણાય. એ વેળા દુકાન ખુલ્લી હોત તો કોણ જાણે કેવોય બફાટ થઈ જાત. એટલે દુકાન બંધ