યોગ-વિયોગ - 41

(338)
  • 21.3k
  • 16
  • 12.9k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૪૧ ઘસઘસાટ ઊંઘતા સૂર્યકાંતનો મોબાઇલ ક્યારનો રણકી રહ્યો હતો. લક્ષ્મીએ ઘડિયાળમાં જોયું. ત્રણ ને ચાળીસ. ‘‘૦૦૧, ઘરેથી ?’’ લક્ષ્મીએ ફોન ઉપાડ્યો, ‘‘હા મધુકાંતભાઈ...’’ ‘‘લક્ષ્મી બેટા... રોહિતને... રોહિતને...’’ ‘‘શું થયું રોહિતને ?’’ લક્ષ્મીએ લગભગ ચીસ પાડી. સૂર્યકાંત ગભરાઈને બેઠા થઈ ગયા. ‘‘શું થયું બેટા ? કોનો ફોન છે ?’’ એમણે ઘડિયાળમાં જોયું અને ફોન લીધો. આંખો ચોળી ચશ્મા પહેર્યા, ‘‘બોલો મધુભાઈ.’’ ‘‘ભાઈ, બાબાને પોલીસ લઈ ગઈ છે.’’ ‘‘એ તો થવાનું જ હતું મધુભાઈ.’’ લક્ષ્મીને પિતાના અવાજની સ્વસ્થતાથી નવાઈ લાગી, ‘‘કેમ કરતાં થયું બધું ?’’ ‘‘રોહિતબાબા મારા ઘરે આવ્યા હતા. પૈસા માગ્યા, હું તમારી રજા વિના કેમ