ગુજરાતનું ગોઉરવ : ચિત્રકાર હકુ શાહ

  • 4.7k
  • 1.1k

1983 કે 84માં ગુજરાત વિદ્યાપીઠમાં વરિષ્ટ સાહિત્યકાર શ્રી કનુભાઈ જાણી મને વિદયપીઠનું મ્યૂઝિમ જોવા લઇ ગયા. એ સમયે જેમનું ફક્ત નામ જ સાંભળેલું તેવા ચિત્રકાર હકુ શાહનો એમણે મને પરિચય કરાવેલો. સફેદ લેંઘો અને અચ્છા રંગનો ઝભ્ભો પહેરેલા અને ઉભા વાળ ઓળેલા હકુભાઇ અત્યંત સદા અને સરળ લાગેલા। પછી એમની સાથે કેટલીક વાતો થઇ. એમણે મને મ્યૂઝિમ બતાવ્યું. શ્રી કનુભાઈ જાણીએ પણ થોડી વાતો કરી. એ વાતો તો આજે યાદ નથી. એ અડધા કલાકનો સમય સદા સ્મૃઈમાં મઢાયેલો છે. એ પછી હકુભાઈને મળવાના કહેતા જોવાના કેટલાક પ્રસંગો બનેલા. તેમ એમની કાલા પ્રવૃત્તિથી સતત વાકેફ રહેવાનું બન્યું.