કાકડો અનુ-આધુનિક વાર્તાનો નવોન્મેષ

  • 6.6k
  • 1.4k

'કાકડો' અનુ-આધુનિક વાર્તાનો નવોન્મેષ ગુજરાતી ટૂંકીવાર્તા આજે અનુઆધુનિક યુગ માંથી પસાર થઇ રહી છે જેમાં અનેક નવી કલમો ઉમેરાતી જાય છે તેમાં સર્જક ભરત સોલંકીનો પણ સમાવેશ નિ:સંકોચ કરી શકાય તેમ છે. ભરત સોલંકી ગુજરાતી સાહિત્યમાં કવિ, વિવેચક, સંશોધન,સંપાદક અને વાર્તાકાર તરીકે નોંધપાત્ર નામ ધરાવે છે. તેમની પાસેથી પ્રથમ વાર્તાસંગ્રહ 'રૂપાંતર' (૨૦૧૩) અને પછી બીજો યશસ્વી વાર્તાસંગ્રહ 'કાકડો' (૨૦૧૭) પ્રાપ્ત થાય છે. 'કાકડો'માં કુલ ૧૪ વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે જેમાં 'રૂપાંતર', 'બાધા', 'બદલો', 'ફણગો', 'આવાગમન' અને 'ભરડો' વગેરે બીજા ભિન્ન ભિન્ન વિષય વસ્તુને વ્યક્ત કરતી વાર્તાઓ છે. અહીં તેમની હૃદયસ્પર્શી અને કોમવાદના દાવાનળને સળગાવતો પ્રાયશ્ચિત રૂપે એકાત્મકતા સાધતી વાર્તા 'કાકડો'ને