શરતો લાગુ: મરાઠી ચલચિત્રનું ગુજરાતીમાં રૂપાયન કે નકલ..!

(22)
  • 6.2k
  • 1.6k

ગુજરાતી ચલચિત્રોનો સુવર્ણકાળ ચાલી રહ્યો હોવાની હવા ચાલી રહી છે. પણ, સત્ય કંઇક જુદું જ છે. એકલ-દોકલ ફિલ્મ ચાલી જવાથી કંઈ વળવાનું નથી. 2020નું વર્ષ સમાપન તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે વર્ષમાં કટલી ફિલ્મો બની તેનો હિસાબ કરવાં કરતાં કેટલી ફિલ્મો ચાલી તે જાણવું વધુ આવશ્યક છે. આપણે ત્યા સાહિત્ય આધારિત ફિલ્મો નહિવત બને છે..! હા, અન્ય ભાષાની ફિલ્મને ગુજરાતીમા ઉતારવાનુ ચલણ પણ ચાલુ થયુ છે. જો કે બહુમતી ફિલ્મો “વધુ કંઈ ઉકાળી શકી નથી..!” લોકપ્રિય નાટક ‘૧૦૨ નોટઆઉટ’ ઉપરથી અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂરને ચમકાવતી એ જ નામની ફિલ્મ બની. જેને લોકોએ વખાણી ખરી પણ ૧૦૦ કરોડી ક્લબ