ઘર અને સરહદ

  • 2.4k
  • 680

પંખીઓના કલબલાટ સાથે લાંબી સ્વપ્નેદાર શિયાળાની રાત્રિને વિરામ આપવા ધીમી મધ્ધમ પણ ઉજાસ ભરી અને આળસ મરડતી સવારે સુરજના પ્રથમ કિરણને ઉદિત થતા નિહાળતા નિહાળતા આંખો ચોળતા ચોળતા સુરજબા અર્ધ જાગૃત અવસ્થામાં ઉઠતા જ હતા ત્યાં જ તેના પુત્ર રાજભાની વહુ વિલાસબાનો અત્યંત ખુશી ભર્યો અવાજ સંભળાયો.. " એ ઘરે આવ્યા " ....... એ ઘરે આવ્યા" ……. જલ્દી ચાલો બા વીરાના બાપુ આવી ગયા છે... મારા ભરથાર આવી ગયા છે.. જલ્દી ચાલો બા.. ઉઠો જલ્દી.... તરત જ સુરજબા પથારી માંથી બેઠા થઈ ગયા ..તેમના ચેહરા પર સૂરજનું તેજ બિરાજમાન થયું અને ખુબ જ ઉત્સાહમાં આવી પથારીમાંથી ઉભા થઇ તેમના એકના