મનસ્વી આપવીતી સંભળાવતી હતી ત્યાં જ આકાશના ફોનની રિંગ વાગી ને વાતમાં ફરી ખલેલ પોહચી એના કારણે આકાશ ચીડાયો પણ મા નો ફોન હતો એટલે મનસ્વીના આગ્રહથી એને વાત કરી લેવાનું નક્કી કરી ફોન ઉપાડ્યો......પાંચ - સાત મિનિટ ખુરશી પર બેઠા બેઠા જ વાત ચાલી....ધીમે ધીમે આકાશ ઉભો થયો રૂમમાં ફરવા લાગ્યો, બારી પાસે ગયો આ રીતે લગભગ અડધી કલાકથી આકાશ મા સાથે વાત કરી રહ્યો હતો. મનસ્વી આ બધુજ નિહાળી રહી હતી ને સાથે સાથે એને પણ મા ની યાદ આવી પણ અત્યારે કશું જ કરી શકાય એમ હતું નહીં એટલે પોતાની અવસ્થાને સંભાળી મનસ્વી રસોઈ તરફ ગઈ ત્યાં