અસ્તિત્વનો અવાજ ... વાર્તા..ભાગ :-૨અરુણા બેન વિચારમાં પડ્યા....આ હું દશ દિવસ લૂણાવાડા જઈને આવી એમાં આ મોનાને શું થઈ ગયું???કેમ આટલી બદલાઈ ગઈ...આમ તો જોકે છેલ્લા બે-ત્રણ મહિના થી મોના અને વિશાલ નાની નાની વાતમાં હેરાન પરેશાન કરતાં જ હતાં પણ અરુણાબેન આંખ આડા કાન કરતાં હતાં....હવે એ ઘરે જ હોય એટલે ઘરમાં કામ પણ એમને ભાગે જ આવતું...મોના તો આઠ વાગ્યે સવારે જતી રહે તે છેક સાંજના છ વાગ્યે આવતી...આખો દિવસ અરુણાબેન ઘરમાં કામકાજ કરતાં અને બાળકો સંભાળતા અને મોના આવે એટલે પોતાના રૂમમાં હીંચકે બેસી રહેતાં....સવારે સાત વાગ્યે એક કપ ચા મોના બનાવે એને પોતાની દોહિત્રી દીકરી હેતવી