પ્રગતિના પંથે - 1 - માસ્ટર ઓફ નન

  • 4.3k
  • 1.4k

પ્રગતિના પંથે (પ્રેરણાત્મક વાર્તાઓ) 1 માસ્ટર ઓફ નન ૨જુ વિશ્વયુદ્ધ હમણાં જ પત્યું હતું, પણ એના ભયંકર ભણકારા હજી હવામાં પડઘાતા હતા. ગાંધીબાપુ સત્યાગ્રહના શસ્ત્રના સથવારે અંગ્રેજો સામે ઝઝુમતા હતા. દેશ હજી નાના મોટા અનેક રાજ્યો અને રજવાડાઓથી ભરેલો હતો. તો કેટલાક ઇનામી ગામોના ગામધણી તરીકે ઇનામદારો પોતાનાં ઇનામી ગામોનો કારભાર સંભાળતા હતા. તો બીજી તરફ મોટા જમીનદારો પણ જાગીરદાર તરીકે ઓળખાતા. આ બધા પોતાના દરેક કામો, નોકર કે નોકરાણી પાસે કરાવતા. ઘરની સ્ત્રીઓને મદદ કરવા બાઈઓ આવતી. જેમાંની એક, ઘરની સ્ત્રીઓના વાળમાં તેલ નાખે, ઓળી આપે, ધોઈ પણ આપે. આ ઉપરાંત કપડા વાસણ જેવાં કામો માટે જુદી બાઈ હોય.