દુવિધા નિલય તેના મિત્ર વિર ને એના લગ્ન વિશે વાત કરતો હોય છે, ઉત્તરાયણ ના દિવસે નિલય દર વખત કરતા મોડો આવે છે. એ વિર ને પતંગ ચગાવ્યા બાદ કંઈક કહેશે એમ કહે છે....અને બંને મિત્રો પતંગ ચગાવવા ખેતર તરફ દોડી જાય છે... એ દિવસે આકાશ જાણે રંગો થી ભરેલું હતું. એવું લાગતું હતું કે ઉપર આકાશ માં બેસી ને કોઈ સુંદર મજા ની રંગોળી પૂરી રહ્યું છે. ચારેબાજુ જ્યાં રોજ પક્ષીઓ નો કલરવ ગૂંજી ઉઠતો ત્યાં આજે બોલીવૂડ ફિલ્મ્સ ના ગીતો જોર થી વાગતા હતા. કોઈ પતંગ ચગાવતા હતા તો કોઈ મોટી લાકડી લઈ