ફિલ્મ આમાં પણ આદર્શ જેવું કંઈ હોય?

(23)
  • 3.9k
  • 1
  • 948

ફિલ્મ : આમાં પણ આદર્શ જેવું કંઈ હોય?ઈરાનના ફિલ્મ ડાયરેક્ટર અને એક્ટર માજીદ મજીદીને 'ધ ફાધર', 'ધ કલર ઓફ પેરેડાઈઝ' અને 'ચિલ્ડ્રન ઓફ હેવન' જેવી સુંદર (અને આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાયેલી) ઈરાની ફિલ્મો આપ્યા બાદ થયું કે બૉલીવુડમાં કામ કરીએ (હિન્દી કે અંગ્રેજી ન આવડતું હોવા છતાં). એમણે ભારતમાં આવીને (ઇન્ટરપ્રિટર સાથે રાખીને) 'બિયોન્ડ ધ કલાઉડ્સ' નામની એક ફિલ્મ બનાવી, જેમાં મ્યુઝિક એ. આર. રહેમાનનું હતું અને જેની ઓરીજીનલ સ્ક્રીપ્ટનું હિન્દી રૂપાંતર વિશાલ ભારદ્વાજે કરેલું. પણ ફિલ્મ ચાલી નહિ. કેમ? ફિલ્મમાં એક્ટર્સ હતા, કોઈ 'સ્ટાર' નહોતાં!1. આ ફિલ્મ બની રહી હતી ત્યારે દીપિકા એક સુપરસ્ટાર બની ગઈ હતી. (ને એ વખતે