સવારની સોડમ અદભૂત હતી, લહેરખીઓ પવનની જાણે કાનમાં કશું કહી રહી કહી મીરાંને છાની છૂપીથી.એના મનમાં થતી હલચલ સાથે આજે મોસમ પણ મહેકતી હતી. આજે એની ખુશીઓનો પાર નહોતો સમાતો. લગ્ન બાદ એને મા બાપ જોડે મૂકીને રાજન એની ડયૂટી પર ચાલ્યો ગયો હતો, આર્મીમાં હોવાના કારણે એને લગ્ન બાદ તત્કાળ માં જ ઓર્ડર આવવાના કારણે એ હજાર થવા મજબૂર હતો, એની દેશ પ્રત્યેનો સેવાના એ હોમમાં એ એની નવોઢાને માત્ર એકાદ અઠવાડિયામાં મૂકીને જવું પડેલું. નવી નવી આવેલી એ નવવધૂ હજી એને પારખી શકે કે એની જોડે મળતાવડી બને એ પહેલાં