કોલેજ લાઈફ 

(17)
  • 3.9k
  • 1.6k

રાત્રે રમીલાબેનની ઊંઘ ઊડી ગઈ ને દિવાલ પરની ઘડિયાળ પર નજર કરી તો રાત્રિના ત્રણ વાગ્યા હતા. હજુ સવાર થયું ન હતું, એટલે ફરી તે સૂઈ ગયા. પણ એક ચિંતા તેને ઊંઘ આવવા દેતી હતી નહિ, તે ચિંતા હતી તેના દીકરા અંકિતનો કોલેજનો પહેલો દિવસ. અને સાથે તેમની દીકરી વિશાખાનો પણ, સવારે બંનેને કોલેજ જવાનું હતું એટલે રમીલાબેનને ઊંઘ આવતી હતી નહિ.જેમ તેમ કરી સવારના છ વાગ્યા એટલે રમીલાબેન ઉઠ્યા અને અંકિતના રૂમમાં જઈ અંકિત ને જગાડે છે. અંકિત બેટા.... ઓ અંકિત બેટાઉઠ હવે તારે કોલેજ જવાનું મોડું થશે.અંકિત ઉઠીને ઘડિયાળ તરફ જુએ છે તો સવારના સવા છ થઈ ગયા હતા.