બર્બરીક – એક મહાન યોદ્ધા

(20)
  • 13.4k
  • 10
  • 3.7k

આજે આપણે મહાભારતના એક મહાન યોદ્ધા બર્બરીકને ઓળખવાનો પ્રયત્ન કરીશું જે એકલે હાથે થોડીક જ ક્ષણોમાં મહાભારતનું યુદ્ધ સમાપ્ત કરી શકે તેમ હતા. વાત એ સમયની છે જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું. ભગવાન શ્રીકૃષ્ણ યુદ્ધમાં પાંડવોના પક્ષમાં હતા ત્યારે એ સુનિશ્ચિત હતું કે કૌરવ સેના ભલે વધારે હોય પરંતુ વિજય તો પાંડવોનો જ થશે. તે સમયે મહાબલિ ભીમનો પૌત્ર અને વીર ઘટોત્કચનો પુત્ર બર્બરીક યુદ્ધ લડવા માટે આવે છે. બર્બરીક ગુરુ વિજય સિદ્ધ સેનનો શિષ્ય હતો જેણે આકરી તપસ્યા કરીને માતા કામાક્ષી દેવીને પ્રસન્ન કર્યા હતા. દેવીએ વરદાન સ્વરૂપે બર્બરીકને ધનુષ અને ત્રણ અજેય બાણ આપ્યા હતા. આ ત્રણ