ગોરાંદે

(12)
  • 5.4k
  • 1.8k

?ગોરાંદે?વિશાળ હૃદય છે ધીમેથી કમાડ ખખડાવજો,લાગણીઓ છીછરી છે હલકી ડૂબકી લગાવજો."ગોરાંદે જલ્દી કર જાન આવવાની તૈયારી છે .કેટલી વાર લગાડીશ."કમાડ ખખડાવી સરલાદેવીએ પૂછ્યું."હા માં તમે ધીરજ રાખો. બસ પતી ગયું છે."ગોરાંદે થોડા ઊંચા અવાજે જવાબ આપે છે.ઠીક છે દીકરા.ઉતાવળ રાખજો થોડી.જાન આવવાની તૈયારી જ છે."સરલાદેવી ફરીથી બોલ્યા.માં રૂમમાંથી બહાર ગઈ પછી ગોરાંદે અરીસામાં જોઈ રહી.એક ઠસ્સો હતો એની આંખમાં અને એક રુતબો હતો એની વાતમાં.એવી જાજ્વલ્યમાન વ્યક્તિત્વની માલિક એટલે ગોરાંદે.કેટલા અરમાન સજાવ્યાતા આજ ના દિવસ માટે અને આખરે એ દિવસ આવી જ ગયો.મહેમાનો આવી ગયા