પ્રતિશોધ દ્વિતીય અંક: - 4

(196)
  • 6.8k
  • 5
  • 4k

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-4 કાલી સરોવર, રાજસ્થાન ભંડારીબાબા દ્વારા આધ્યાને મહારાણીજી કહીને સંબોધવામાં આવતા આધ્યાને ભારે વિસ્મય થયું.. હૃદયનાં ઊંડાણમાંથી આધ્યાને એક અંતરનાદ આવ્યો કે 'મહારાણીજી' શબ્દ એને ઘણી વખત સાંભળેલો હતો. "શું થયું મહારાણી?" આધ્યાને ચિંતિત મુખમુદ્રા સાથે જડવત બનીને ઊભેલી જોઈ ભંડારી બાબાએ પૂછ્યું. "તમે મને મહારાણી કેમ કહો છો.?" આધ્યાએ કહ્યું. "કેમકે, તમે મહારાણી છો." "હું અને મહારાણી?" "હા." "પણ હું તો તમારી જોડે એ જાણવા આવી છું કે.." આધ્યા આગળ બોલે એ પહેલા એની વાત વચ્ચેથી કાપતા ભંડારી બાબાએ કહ્યું. "એ કે તમારા પતિદેવ અત્યારે ક્યાં છે અને શું સાચેમાં તેઓ માધવપુરના રાજકુમાર છે? સાથે તમારે