યોગ-વિયોગ - 39

(327)
  • 21.4k
  • 13
  • 13.6k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૩૯ ‘‘હું હાર નહીં માનું.’’ વૈભવીએ મનોમન કહ્યું અને અરીસામાં દેખાતા પોતાના પ્રતિબિંબ સામે જોઈ રહી... એક- બે- ત્રણ- ચાર... કોણ જાણે કેટલી ક્ષણ પસાર થઈ અને વૈભવીએ અભયની ગાડી ેગેટની બહાર નીકળવાનો અવાજ સાંભળ્યો. એના ચહેરા પર એક સ્મિત આવ્યું અને અચાનક વૈભવીએ ડ્રેસિંગ ટેબલ પર પડેલી પરફ્યુમની બોટલ ઊંચકીને અરીસામાં દેખાતા પોતાના પ્રતિબિંબ પર છૂટ્ટી મારી. એમાંથી તૂટીને નીચે પડેલા કાચના એક ટુકડાને એણે સાવચેતીથી ઉપાડ્યો. એ ટુકડો વાગે નહીં એમ હાથમાં લઈને એ ધીરે ધીરે નીચે ઊતરી. ડ્રોઇંગરૂમમાં બેસીને શ્રીજી વિલાના કંપાઉન્ડનો દરવાજો ખૂલવાનો અવાજ આવે એ પળની બેચેનીથી પ્રતીક્ષા કરવા માંડી.