આઝાદી મળ્યાને 74 વર્ષ થઈ ગયા અને આ 74 વર્ષમાં આપણે ઘણું બધું મેળવ્યું છે તથા ગુમાવ્યું પણ છે. 200 વર્ષના અંગ્રેજો દ્વારા થયેલા અકલ્પનીય આર્થિક, સામાજિક અને માનસિક શોષણ બાદ આઝાદ થતી વખતે સાવ કંગાળ થઈ ગયેલો ભારત દેશ આઝાદીના 74 વર્ષ પછી આજે વિશ્વની પાંચમી સૌથી શક્તિશાળી અર્થવ્યવસ્થા બનીને ઉભરી રહ્યો છે. આજે ભારત એક ઉગતો સૂર્ય હોય એમ નીલગગનમાં પોતાનું તેજ પ્રસરાવી રહ્યો છે. વર્ષો પહેલાં જે દેશનું નામ સાંભળતાં જ વિદેશીઓના મનમાં બળદગાડાં અને મદારીના ખેલના વિચારો આવતા હતા એ ભારત આજે અંતરિક્ષમાં