સૌભાગ્ય

(13)
  • 4.2k
  • 950

"જો તો ખરી પેલી આપણી સામેના ઘરમાં જે રહેવા આવી છે, કેવી રીતે ફરે છે, હાથ સાવ બંગડી વગરના અને જોતો ગળું મંગળ સૂત્ર વગરનું એનું ગળું. વર જીવતો છે તોયે વિધવાની જેમ ફરે છે." મારા સાસુ બારીમાં જોતાં જ કહ્યું. અમારી સામે એક નાનું પરિવાર રહેવા આવેલું. પતિ પત્ની અને સાસુ. ત્રણનો જ પણ સુંદર પરિવાર. ત્રણ મહિનામાં ક્યાંય કોઈ ઝગડો થયો હોય, કે આપસમાં પણ ઉંચા અવાજે બોલ ચાલ થઇ હોય એવું સાંભળ્યું ન હતું. ઘર સાવ અમારી સામેનું એટલે આવતાં જતાં અને આંગણામાં કામ કરતાં થોડી ઘણી વાતચીત થઈ જતી. હસમુખી હતી સ્વાતિ, જેને મળે