માલતીએ દિવાળી નું કામ કાઢ્યું છે. એક બાજુ જુની પસ્તી, ભંગાર,બિનજરૂરી વસ્તુનો ઢગલો કર્યો છે. માધુનું ધ્યાન ત્યાં ગયું. એ ઢગલામાં મેલું ઘેલું પેલું વર્ષો જૂનું ટેડી પણ ઢીલુઢફ થઈ પડ્યું છે. માધુને લાગ્યું કે આજે માલતી આ જુનું ટેડી ભંગારમાં આપી દેશે. તે કંઈ બોલ્યો નહીં. માલતી આવી, ભંગારના ઢગલામાંથી ટેડી બહાર લઈ જઈ હાથથી ખંખેર્યું. પછી સ્વગત બોલી, "કેટલાય દિવસથી ધૂળધાણી પડ્યું છે આજે તો ધોઈ નાખું." તે ટેડી લઈ ધોવા ગઈ. માધુ નું મન વિચારે ચડ્યું. એ દિવસોમાં માધુ એક ફેક્ટરીમાં નોકરી કરતો