રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૨ જતિનને સમજાતું ન હતું કે પોતાની વિરુધ્ધ આટલું મોટું ષડયંત્ર રચાયું અને પોતાને જ ખબર ના રહી? મારી વિરુધ્ધ કોણ છે એ મારા રડારમાં કેમ આવી રહ્યું નથી? સુજાતા પર કોણે એવો જાદૂ કર્યો કે તે મારા જેવા રાજકીય રીતે શક્તિશાળી પુરુષ વિરુધ્ધ વિરોધનો ઝંડો લઇને નીકળી પડી છે. સુજાતા અત્યાર સુધી બકરી જેવી હતી. અચાનક વાઘણના રૂપમાં કેવી રીતે આવી ગઇ? તેને કોણે ચઢાવી હશે? રતિલાલ ન હોય શકે તો તેની પુત્રી અંજના હોય શકે? ના-ના એ બંને વચ્ચે તો કોઇ ઓળખાણ નથી. અને સુજાતા તો રતિલાલને જ જાણે છે.