યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૩૮ ‘‘મદદ એટલે ?’’ સૂર્યકાંતે વસુમાની સામે જોયું. વસુમાએ જવાબ આપ્યા વિના નજર ફેરવી લીધી, પરંતુ સૂર્યકાંતની આંખો હવે યશોધરા તરફ ફરી હતી. યશોધરાની આંખોમાંથી હજીયે પાણી વહી રહ્યાં હતાં, ‘‘મદદ... મારા હોસ્પિટલનાં બિલો ચૂકવવાથી શરૂ કરીને આજ સુધી વસુ દર મહિને મને પૈસા મોકલે છે.’’ ડગમગતા અને હાલતા શરીરે, વાંકા મોઢે યશોધરા વારે વારે વસુમાને હાથ જોડી રહી હતી. સૂર્યકાંતે વસુમા સામે જોયું, ‘‘વસુ !’’ અને એમની આંખોમાં વસુંધરા માટેનો અહોભાવ છલકાઈ ગયો. ‘‘કાન્ત, હવે એ વાત કંઈ બહુ મહત્ત્વની નથી.’’ ‘‘અરે ! મહત્ત્વની કેમ નથી ? તમારા હસબન્ડ તમને જેના માટે છોડીને ભાગી