સસ્તું અને હાથવગું OTT પ્લેટફોર્મ યુવાન દર્શકોને ગમી ગયું છે

  • 4.6k
  • 1.1k

ભારતની સરેરાશ ઉંમર 30 વર્ષની છે. એટલે સ્વાભાવિક છે કે કોઈપણ ક્ષેત્રમાં નવો આયામ પસંદ કરવાનું પોટેન્શિયલ પણ ભારતનું સવિશેષ હોય. OTT પ્લેટફોર્મ તેનું નવું ઉદાહરણ છે. ડિજિટલ ક્રાંતિએ ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમને નવીન આયામો અને દિશા અર્પી છે. આજે ગજવામાં પડેલ મોબાઈલ ફિલ્મ બનાવવા સક્ષમ છે. માત્ર શૂટિંગ નહીં એડીટીંગ, ડબિંગ, ટાઈટલિંગ અને માસ્ટરીંગ કરી શકાય. પરિણામે હાથવગો મોબાઈલ, ટેબ્લેટ કે કોમ્પ્યુટર મનોરંજન સાથે પણ સંકળાઈ ગયાં છે. ટૂંકમાં સિનેમાઘર અને ટેલિવિઝનનું સ્થાન મોબાઈલ અને કોમ્પ્યુટર લઇ ચુક્યા છે. આજનું યુવાધન મોબાઈલ અને કોમ્પ્યુટરમય બની ચુક્યું હોય, OTT પ્લેટફોર્મ ખુબ ઝડપથી પોતાના હાથ-પગ ફેલાવી રહ્યું છે. આ OTT પ્લેટફોર્મ શું છે..?